Definition List

ઈ-જ્ઞાન સફર બ્લોગમાં આપનું સ્વાગત છે... સંજય મકવાણા આવો સૌ સાથે મળી જ્ઞાનનું રસપાન કરી જ્ઞાનવૃદ્ધિ કરીએ...
ઓનલાઈન રજા મંજુર કેમ કરાવવી તેની માહિતી...
                 
        હાલમાં પ્રાથમિક શિક્ષકોની હાજરી બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમથી પુરવામાં આવે છે. જેમાં તેઓએ પોતાના યુઝર આઈ.ડી.ના આઠ અંકો નાખી પછી પોતાની ફિંગરપ્રિન્ટ આપીને ઓનલાઈન હાજરી સબમિટ કરાવવાની રહે છે. 

પ્રાથમિક શિક્ષણની પરીક્ષાઓને લગતું  વિવિધ મટીરીયલ્સ જેવું કે પરિણામ પત્રક, ગ્રેડ પત્રક, SCE પત્રકો, વિવિધ માહિતી પત્રકો ડાઉનલોડ કરવા નીચે આપેલી લીંક પરથી ક્લિક કરી આપ મેળવી શકશો.
આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પાસે સમયનું ખુબ જ મહત્વ છે. અત્યારના ઝડપી અને ટેકનોલોજી યુગમાં દરેક વ્યક્તિ પાસે સમયની એક એક ક્ષણ ખુબ મહત્વની હોય ઓફીસ, કામધંધા, નોકરી, રોજબરોજની દોડધામ વચ્ચે નાણાની જરૂરિયાત સંદર્ભે બેંકમાં જવાનો સમયનો અભાવ રહેતો હોય છે. આજે જયારે દરેક પાસે મોબાઈલ છે ત્યારે બેંક દરેક મોબાઈલ સુધી પહોચી ગઈ છે અને વળી સામાન્ય (સાદો) ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન વિના પણ બેન્કની વિવિધ સગવડો મેળવી શકાય છે. જેનો કેમ ઉપયોગ કરી શકાય તેની માહિતી આપતી PDF ફાઈલ આપ નીચે આપેલી લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
ભાવનગર એડમિનિસ્ટ્રેશન સ્ટાફ ઈન્ફોર્મેશન સિસ્ટમ ( BASIS)
ભાવનગર જિલ્લામાં સરકારી કર્મચારીઓનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જીલ્લાના તમામ વિભાગોમાં કામ કરતા કર્મચારી સ્ટાફની માહિતી એક પોર્ટલમાં મુકવામાં આવી રહી છે. જેનો ઉપયોગ ચૂંટણી, રાષ્ટ્રીય કામગીરી, કુદરતી આપતિ જેવા સમયે તત્કાલીન માહિતી મળી રહે તેમજ સમગ્ર કામીગીરીને ઉપલબ્ધ ડેટાબેઝમાંથી માહિતી મળી રહે તે હેતુથી આ પોર્ટલનું નિર્માણ થયું છે. તો પોર્ટલ ઉપર દરેક વિભાગના વડાએ તેમના કર્મચારીની વિગતો કેમ અપલોડ કરવી તેની સંપૂર્ણ માહિતીની એક PDF ફાઈલ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને આપ ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેવા કે શિક્ષણ વિભાગ,  સમાજ સુરક્ષા વિભાગ, વિકસતી જાતી, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા અન્ય સરકારી વિભાગોમાં બાળકો માટેની વિવિધ સરકારી સહાયકારી યોજનાઓ અમલમાં છે. જેની સંપૂર્ણ જાણકારી આપતી pdf ફાઈલ નીચેની લીંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો.

SCHOOL EDUCATION QUALITY INDEX
શાળા શિક્ષણ ગુણવત્તા સુચિ 
નીતિ આયોગ અને MHRD વિભાગ દ્વારા શાળા શિક્ષણ ગુણવત્તા સુચાંક (SEQI) ની માહિતી આપતી pdf અને ppt ફાઈલ નીચેની લીંક પર ક્લિક કરી ડાઉનલોડ કરો. 
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ ની કલમ-૯(ડી) અંતર્ગત ૬ થી ૧૪ વર્ષની વયજુથના તમામ બાળકોનું રેકર્ડ રાખવું જરૂરી છે. જે અન્વયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ શાળાના ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોનો યુનિક આઈ.ડી.સાથેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. 
     આધાર ડાયસ વિશેની સંપૂર્ણ સમજ આપતી pdf ફાઈલ આપ નીચે આપેલી લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.